બીટીમાં આવ્યા બીટલ 


જાગો ખેડૂતો જાગો....






























ગુલાબી ઈયળની હાજરી માટે ફેરોમોન ટ્રેપ મુકવાનુ કહીએ તો કોઈ મૂકે નહિ, રોઝેટેડ ફુલ જોવાનું કહીએ તો કોઈ તોડે નહિ. સિન્થેટીક પાયરેથ્રોઈડ દવા છાંટવાનું કહીએ તો કોઈ છાંટે નહિ પણ હવે કપાસમાં દેખાય તેવા ઢાલપક્ષી કીટક કે જેને અંગ્રેજીમાં પોલનનેટલ કહે છે તે જીવાત જીંડવા ખાય છે. આ જીવાત કપાસમાં આવતી નથી પરંતુ તેને પરાગરજ ખાવા નથી મળતી એટલે બપોર પછી ૪ વાગ્યા થી સવારે ૧૦ વાગ્યા સુધી તે કપાસનું જીંડવું કોરી ખાય છે. આ સમયે જો જીવાત માટે ડેલ્ટામેથ્રીન + ટ્રાયઝોફોસ + બાયોસોફટનો વ્યવસ્થિત ઘાટો  છંટકાવ કરવામાં આવે અને જીવાત જપટમાં આવે તે રીતે છંટકાવ કરીએ તો નિયંત્રણ થાય છે. એટલે હવે આ દેખાતી જીવાત જોઈને આપણે દવા છાંટીશું તો ગુલાબી ઈયળમાં પણ લાભ મળશે. અને જો નહિ છાંટો તો જીંડવા ખાય જાશે. બપોર બપોર વચ્ચે આ જીવાત જમીનમાં રહે છે તેથી વહેલી સવારે અથવા બપોર પછી દવા છાંટવી.