સૌરાષ્ટના મોટાભાગના ગામડામાં નજર રાખો. ત્યાં એકાદ તો ચોક્કસ મળી આવે. આ વજુભાઈ નામ જ એવું છે કે તે અત્યારની પેઢીમાં જોવા મળતું નથી એટલે કોઈ પણ વજુભાઈ મળે પ્રૌઢ કે વૃદ્ધ હોવાની શક્યતા વધારે હોય છે. જેમ કોઈ પણ ગામ કે શહેરમાં એક વજુભાઈ મળી આવે તે રીતે સૌરાષ્ટમાં વસતા કોઈ પણ માણસના અંગત પરિચયમાં એકાદ વજુભાઈ જરૂર હોય છે. આ વજુભાઈ ખરેખર તો હુલામણું નામ છે. કોઈ પણ વજુભાઈનું મૂળ નામ વૃજલાલ હોવાનું અને લોકો તેને વ્રજ્લાલ તરીકે સંબોધન કરતા હોય છે. તેમાંથી જીભવગુ ટુકું નામ વજુભાઈ થઇ ગયું હશે.