એરંડાની ખેતી શા માટે સારી છે તેની વાત કરીએ તો એરંડાની પેદાશોમાંથી સેબાસીસ એસીડ, અન્ય એસીડ, ડીહાઈડ્રેટ કરેલું એરંડાનું તેલ, એરંડાનો વેક્ષ વગેરે બને છે. આ બધી બનાવટો આખી દુનિયામાં આપણા ગુજરાતમાં પેદા થાય છે તેનું ગૌરવ ગુજરાત લઇ શકે છે.
ખાસ કરીને આખા વિશ્વને એરંડાની પેદાશ પૂરી પાડવાનો યશ ગુજરાતના ખેડૂતોને જાય છે. એટલે કે ભારત એક માત્ર એવો દેશ છે કે જે આખા વિશ્વને એરંડાની પેદાશો પૂરી પાડે છે. ભારત ૨,૫૦,૦૦૦ ટન એરંડાના ઓઈલનું ઉત્પાદન કરે છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને આન્ધ્રપ્રદેશ મુખ્ય છે. જેમાંથી ગુજરાત મહત્વનું છે. મહેસાણા, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છ મુખ્ય છે.
આપણા સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો કચ્છ અત્યારે ખુબ જ આગળ વધ્યું છે. કચ્છમાં એરંડાનું વાવેતર મોટા પાયે થાય છે અને ખેડૂતોને સારો લાભ મળે છે. એરંડાની ખેતી માટે એરંડા સંશોધન વૈજ્ઞાનિકનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં એરંડાની ખેતીમાં પરિણામો અને આવક મેળવી શકાય છે. એરંડાની વાવણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયા માં કરવાની ભલામણ છે.

0 Comments