જે ખેડૂતને કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે.  તમે નીરખીને કપાસના છોડનું નીરીક્ષણ કર્યું ?  કપાસના ફૂલોમાં નજર કરી ? રોઝેટેડ ફૂલ દેખાય તો તોડીને બાળી દો. આપણે ખેતરે  આંટો પણ મારવો નથી ને કપાસના મણીકા પકવવા છે !આવું હવે નહિ ચાલે! ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું.  વગેરે કેટકેટલા પ્રશ્નો આવ્યા હતા તે બધા સામે આપણે સામુહિક પગલા લઈને સાચી અને ભલામણ કરેલી સાચી દવાઓ, ફૂગનાશકો, ખાતરો વાપરીને વિજય મેળવેલો જ છે. ગુલાબીથી ડરી જવાની જરૂર નથી. અવલોકન કરવાની જરૂર છે. આજેજ ખેતરમાં આંટો મારો, જો ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢીના ફૂદા  જોવા મળી રહ્યા છે ?  વહેલા વાવેતર વાળા ખેડૂતો ઉઠો જાગો અને અવલોકન કરો. ફેરોમોન ટ્રેપ ગોઠવી તમારા વાડી વિસ્તારમાં ફૂદા ની પ્રવૃત્તિને રોજ આંટો મારી જોવાનું શરુ કરો અને છંટકાવ શરુ કરો.   


બીજાને પ્રોત્સાહિત કરો, ડરાવો નહિ. 

સમજી લ્યો કે, ગુલાબી ઈયળ નીયંત્રણ માટે  અત્યારે ગુલાબી ઈયળની લ્યુર વાળા વીઘે ૪ ફેરોમોન ટ્રેપ મુકો, ફેરોમોન ટ્રેપમાં ભૂખરા રંગના નાનકડા ઝાલરવાળી પાંખોવાળા ફૂદા પકડાતા રહે ત્યાં સુધી દર અઠવાડિયે નીચેની દવા ( સારી કંપનીની લેજો)  છાંટવાનું શરું રાખો, એ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, વાવણીમાં વાવેલા કપાસને ઓક્ટોબર સુધીમાં ફળફૂલ લગાડી દીધો તે ખેડૂતો  લાભમાં રહેશે. ફૂદાના નિયંત્રણ માટે વાડીએ લાઈટ ટ્રેપ ( પીળા બલ્બ)ની નીચે કેરોસીન અથવા ડીડીવીપી ના દ્રાવણ વાળું પહોળું વાસણ પણ રાખી શકાય.  આ ઉપરાંત પીળા કલરના પ્લાસ્ટિક ઉપર ગમ લગાડેલું સ્ટીકી ટ્રેપ જે બજારમાં ક્રોપ ગાર્ડના નામે મળે છે તેનો પણ ઉપયોગ કરો ચુસીયા અને ફૂદા પીળા પતાકડાના  ગુંદર ઉપર  કેવા ચોટી જાય છે તે જુઓ.

૧. પહેલો છંટકાવ : એમાંમેક્ટીન + ડીડીવીપી  

૨.  બીજો છંટકાવ : લેમડાસાયલોથ્રીન + ડીડીવીપી

૩.ત્રીજો છંટકાવ : ડેલ્ટામેથ્રીન +ડીડીવીપી


કૃષિ વિજ્ઞાન : ગુલાબી ઈયળની વધુ માહિતી માટે કૃષિવિજ્ઞાન ફેસબુક લાઈક કરો. જેથી રોજ તમને અપડેટ મળશે. 

તમારા  ખેતરમાં આવેલી  ગુલાબી ઈયળના ફોટા મોકલો  ફેસબુકમાં અપલોડ કરો અને કઈ દવાનું સૌથી સારું પરિણામ મળ્યું તે આપણા અન્ય મિત્રોને પણ જણાવો


કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  

@સાભાર કૃષિ વિજ્ઞાન
ચિત્ર પ્રતીકાત્મક છે -  માહિતી સંકલિત કરેલ છે.