ઘરે બેસીને કામ કરવું પડતું અને વધુ અનુકુળ પડતું. પોતાનું ટેબલ, લેપટોપ. ડનલોપ વાળી ખુરશી બધું એણે એવી રીતે ગોઠવ્યું હતું કે, લખતાં લખતાં બહાર નજર કરે તો ઘેઘૂર લીમડાનું ઝાડ નજરે પડે. એની પત્ની સુનીતા પણ ખુશ થઈને કહેતી,