પાક ઉત્પાદનના ઘટાડા માટે જવાબદાર વિવિધ જૈવિક પરિબળો પૈકી નિંદણ એક ખૂબ જ અગત્યનું પરિબળ ગણાય છે. પાકમાં જોવા મળતાં રોગ અને જીવાત દ્વારા થતું નુકશાના ખેડુત સ્પષ્ટ રીતે જોઈ શકે છે. જયારે નિંદણ દ્વારા થતું નુકશાન કે તેનાથી પાક ઉત્પાદન થતો ઘટાડો પ્રત્યક્ષ જોઈ શકાતો ન હોવાથી ખેડૂતો તેના પ્રત્યે ખાસ ધ્યાન આપતા નથી. પરંતુ નિંદણ એ પાકનો છૂપો દુશ્મન છે. એક અંદાજ મુજબ ખેત ઉત્પાદનના ઘટાડો માટેના વિવિધ જૈવિક પરિબળો પૈકી એકલા નીંદણથી લગભગ ત્રીજા ભાગનું (૩૩ ટકા) નુકશાન થતું હોય છે.

0 Comments